વડોદરાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલાના પ્રેમસંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઊભા થયેલા વિવાદે પરિવારને તૂટવાની કગાર પર પહોંચાડી દીધો હતો. મહિલા પતિ અને બે બાળકોને છોડીને પ્રેમીના ઘરે જવા નીકળી હતી. જોકે, અંતે અભયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમની સમજાવટથી મહિલાએ પરિસ્થિતિને સમજવાનો નિર્ણય લીધો અને પરિવાર ફરી એકસાથે આવ્યો હતો. પાંચ વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી નજીકના ગામમાં રહેતા એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંનેના સંતાન અને પરિવાર હોવા છતાં આ સંબંધ આગળ વધતો રહ્યો હતો.અહેવાલ મુજબ, પ્રેમી વારંવાર મહિલાની પાસેથી પૈસાની માગણી કરતો હતો. પ્રેમમાં પડેલી મહિલા શરૂઆતમાં તેની માંગણીઓ સમજ્યા વિના તેને મદદ કરતી હતી. સમય જતાં આ મામલો પરિવારના જીવનમાં ગંભીર તણાવનું કારણ બન્યો હતો. પતિને જાણ થતાં ઘરમાં વિવાદમહિલાના પતિને પત્નીના પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી કે મહિલા પતિ અને બે બાળકોને છોડીને રાત્રિના સમયે પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ પ્રેમીએ મહિલાને પોતાના ઘરે રાખવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલાને પરિસ્થિતિનો અહેસાસ થતાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે સમજાવટ શરૂ કરીફોન મળતાં જ અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની વાત શાંતિપૂર્વક સાંભળી અને તેને સમજાવ્યું કે જે વ્યક્તિ માટે તેણે પતિ અને બે બાળકોને છોડ્યા છે, તે જ વ્યક્તિ મુશ્કેલીના સમયે તેને સ્વીકારવા તૈયાર નથી. ટીમે મહિલાને પોતાના નિર્ણયના પરિણામો સમજાવતાં પરિવાર અને ખાસ કરીને બાળકોના ભવિષ્ય અંગે પણ વિચાર કરવા સમજાવ્યું હતું. લાંબી કાઉન્સેલિંગ બાદ મહિલાએ પતિ પાસે પરત જવાની તૈયારી દર્શાવી હતી. પતિને પણ કાઉન્સેલિંગ, પરિવાર ફરી જોડાયોત્યારબાદ અભયમની ટીમ મહિલાને તેના પતિના ઘરે લઈ ગઈ હતી. પતિ સાથે પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંને વચ્ચે થયેલા વિવાદને સમજ્યા બાદ પતિએ પત્નીને ફરી સાથે રાખવાની સંમતિ દર્શાવી હતી. અભયમની ટીમની સમજાવટ બાદ દંપતી વચ્ચે સમાધાન થયું અને બે બાળકો સાથે પરિવાર ફરી એક થયો હતો. લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવી પરિવારને વિખેરાતો અટકાવવામાં અભયમ 181ની ટીમની કામગીરીને સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.
અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે બનેલી હત્યાની ઘટનાઓ વચ્ચે ચોંકાવનારી હકીકત સામે આવી છે. દેશમાં નાગરિકો પાસે રહેલી બંદૂકોની સંખ્યા વસ્તી કરતાં પણ વધુ હોવાનું એક અહેવાલમાં સામે આવ્યું છે. અમેરિકા વિશ્વના એવા દેશોમાં સામેલ છે જ્યાં સામાન્ય નાગરિકો પાસે મોટી સંખ્યામાં બંદૂકો
₹1.24 કરોડની જમીનનો બનાવટી પાવર ઓફ એટર્નીથી સોદો કર્યાનો આક્ષેપ, દસ્તાવેજો તૈયાર કરનાર સહિત અનેક સામે કાર્યવાહી માગ વડોદરા: શહેરના સમા વિસ્તારમાં જમીનના વેચાણને લઈને છેતરપિંડીનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જમીન માલિકોની જાણ બહાર બોગસ દસ્તાવેજો તૈયાર કરી પાવર ઓફ એટર્નીના
વડોદરા: શહેરના તુલસીવાડી વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતીના આત્મહત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મોડેલિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવતીને તાંત્રિક વિધિઓ અને અંધશ્રદ્ધાના નામે સતત માનસિક રીતે હેરાન કરી, લાખો રૂપિયાની માંગણી કરનાર એક ભુવાજીની પોલીસે ધરપકડ કરી છે. યુવતીને વારંવાર ધમકી
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક શ્રમિક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાઇડ પર કામ દરમિયાન અચાનક બીજો માળેથી નીચે પટકાયેલા 30 વર્ષીય શ્રમિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન
ભાવનગર જિલ્લામાં નકલી ઈંગ્લિશ દારૂ પીધા બાદ સર્જાયેલી ગંભીર ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ભાવનગર: મળતી માહિતી મુજબ દારૂની પાર્ટી બાદ અનેક લોકોની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધી ચાર લોકોના મોત થયાનું સામે આવ્યું
રોકાણકારોને આકર્ષક રિટર્નનું વચન, સમય પૂરો થતાં રકમ પરત મેળવવા ધક્કા ખાવાનો આક્ષેપ; કેરેલીબાગ પોલીસ સમક્ષ મામલો પહોંચ્યો ભારતવોચ સમાચાર વડોદરા: ઊંચા વળતરની આશામાં કરેલું રોકાણ જોતજોતામાં મુશ્કેલીનું કારણ બની જાય તો રોકાણકાર માટે તે ચિંતાજનક સ્થિતિ બની રહે છે. વડોદરામાં આવો
વડોદરા જિલ્લામાં પ્રથમ વખત મિલકત સીલ66 વર્ષીય વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ₹75. લાખની ખંડણીનો મામલો; શિનોર કોર્ટનો BNSS કલમ 107 હેઠળ મિલકત સીલ કરવાનો મહત્વનો આદેશ વડોદરા શિનોર, તા. 16 ઓગસ્ટ 2026: વડોદરા જિલ્લામાં હનીટ્રેપના ચકચારી કેસમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી વધુ કડક