August 27, 2026
11 11 11 AM
ભાયલી ગેંગરેપ કેસમાં મોટો અપડેટ: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન
અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યા, ગન કલ્ચર વચ્ચે ભારતીય પરિવારોની સુરક્ષા ચિંતાજનક
બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન વેચાણનો આરોપ, સમા પોલીસ મથકે ફરિયાદ
તાંત્રિકના ત્રાસથી યુવતીએ જીવ ગુમાવ્યો! ‘યુવકને છોડી દે નહીં તો તારા પર સવાર થઈ જઈશ’ કહી એક લાખ રૂપિયા પડાવનાર ભુવાજીની ધરપકડ
મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી ખળભળાટ: 4ના મોત, 20થી વધુ લોકો બીમાર; નકલી દારૂના નેટવર્ક સામે તંત્રનો કડક ઘેરાવો
અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો
રૂ.97 લાખનું રોકાણ કે પછી મોટો ખેલ? વડોદરામાં ઊંચા વળતરની લાલચ બાદ કંપની સામે ફરિયાદ
હનીટ્રેપ કેસમાં આરોપી આશિખુસેનના મકાન પર કાયદાનો સકંજો,
Latest Post
ભાયલી ગેંગરેપ કેસમાં મોટો અપડેટ: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યા, ગન કલ્ચર વચ્ચે ભારતીય પરિવારોની સુરક્ષા ચિંતાજનક બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન વેચાણનો આરોપ, સમા પોલીસ મથકે ફરિયાદ તાંત્રિકના ત્રાસથી યુવતીએ જીવ ગુમાવ્યો! ‘યુવકને છોડી દે નહીં તો તારા પર સવાર થઈ જઈશ’ કહી એક લાખ રૂપિયા પડાવનાર ભુવાજીની ધરપકડ મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી ખળભળાટ: 4ના મોત, 20થી વધુ લોકો બીમાર; નકલી દારૂના નેટવર્ક સામે તંત્રનો કડક ઘેરાવો અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો રૂ.97 લાખનું રોકાણ કે પછી મોટો ખેલ? વડોદરામાં ઊંચા વળતરની લાલચ બાદ કંપની સામે ફરિયાદ હનીટ્રેપ કેસમાં આરોપી આશિખુસેનના મકાન પર કાયદાનો સકંજો,
પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન

પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન

Views: 33
0 0

Read Time:3 Minute, 29 Second

વડોદરાના પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મહિલાના પ્રેમસંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઊભા થયેલા વિવાદે પરિવારને તૂટવાની કગાર પર પહોંચાડી દીધો હતો. મહિલા પતિ અને બે બાળકોને છોડીને પ્રેમીના ઘરે જવા નીકળી હતી. જોકે, અંતે અભયમ 181 મહિલા હેલ્પલાઇનની ટીમની સમજાવટથી મહિલાએ પરિસ્થિતિને સમજવાનો નિર્ણય લીધો અને પરિવાર ફરી એકસાથે આવ્યો હતો.

પાંચ વર્ષથી ચાલતો હતો પ્રેમસંબંધ

મળતી માહિતી મુજબ, પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી મહિલા છેલ્લા કેટલાક વર્ષોથી નજીકના ગામમાં રહેતા એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધમાં હતી. બંનેના સંતાન અને પરિવાર હોવા છતાં આ સંબંધ આગળ વધતો રહ્યો હતો.અહેવાલ મુજબ, પ્રેમી વારંવાર મહિલાની પાસેથી પૈસાની માગણી કરતો હતો. 

પ્રેમમાં પડેલી મહિલા શરૂઆતમાં તેની માંગણીઓ સમજ્યા વિના તેને મદદ કરતી હતી. સમય જતાં આ મામલો પરિવારના જીવનમાં ગંભીર તણાવનું કારણ બન્યો હતો.

પતિને જાણ થતાં ઘરમાં વિવાદમહિલાના પતિને પત્નીના પ્રેમસંબંધની જાણ થતાં બંને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. પરિસ્થિતિ એટલી વણસી કે મહિલા પતિ અને બે બાળકોને છોડીને રાત્રિના સમયે પ્રેમીના ઘરે પહોંચી ગઈ હતી.

પરંતુ પ્રેમીએ મહિલાને પોતાના ઘરે રાખવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલાને પરિસ્થિતિનો અહેસાસ થતાં મુશ્કેલીમાં મુકાયેલી મહિલાએ મદદ માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો.

અભયમની ટીમે સમજાવટ શરૂ કરીફોન મળતાં જ અભયમની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે મહિલાની વાત શાંતિપૂર્વક સાંભળી અને તેને સમજાવ્યું કે જે વ્યક્તિ માટે તેણે પતિ અને બે બાળકોને છોડ્યા છે, તે જ વ્યક્તિ મુશ્કેલીના સમયે તેને સ્વીકારવા તૈયાર નથી.

ટીમે મહિલાને પોતાના નિર્ણયના પરિણામો સમજાવતાં પરિવાર અને ખાસ કરીને બાળકોના ભવિષ્ય અંગે પણ વિચાર કરવા સમજાવ્યું હતું. લાંબી કાઉન્સેલિંગ બાદ મહિલાએ પતિ પાસે પરત જવાની તૈયારી દર્શાવી હતી.

પતિને પણ કાઉન્સેલિંગ, પરિવાર ફરી જોડાયોત્યારબાદ અભયમની ટીમ મહિલાને તેના પતિના ઘરે લઈ ગઈ હતી. પતિ સાથે પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બંને વચ્ચે થયેલા વિવાદને સમજ્યા બાદ પતિએ પત્નીને ફરી સાથે રાખવાની સંમતિ દર્શાવી હતી.

અભયમની ટીમની સમજાવટ બાદ દંપતી વચ્ચે સમાધાન થયું અને બે બાળકો સાથે પરિવાર ફરી એક થયો હતો. લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવી પરિવારને વિખેરાતો અટકાવવામાં અભયમ 181ની ટીમની કામગીરીને સ્થાનિક ગ્રામજનો દ્વારા પણ બિરદાવવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *