Read Time:1 Minute, 30 Second
ભરૂચ : ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ, ભરૂચ જિલ્લા માધ્યમિક શાળાઓના કર્મચારીઓની ક્રેડિટ સોસાયટીના ઇન્ટરનલ ઓડિટર તથા ઝઘડિયા દીવાન ધનજીશા હાઈસ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ ટેલરની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી થતાં ભરૂચ જિલ્લો તથા રાજપારડી ગામનું ગૌરવ વધ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે તેમની નોંધપાત્ર કામગીરી, સેવાભાવ, કાર્યનિષ્ઠા અને સંગઠનાત્મક કુશળતાને ધ્યાને લઈ તેમને રાજ્ય કક્ષાની આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની બિનહરીફ વરણી બદલ શિક્ષણજગત, આચાર્યગણ, શિક્ષકમિત્રો તથા રાજપારડી ગામના આગેવાનો અને શુભેચ્છકોએ હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મુકેશભાઈ ટેલર નવી જવાબદારીને સફળતાપૂર્વક નિભાવી શિક્ષક સમાજ તથા શિક્ષણ ક્ષેત્રના હિતમાં વધુ અસરકારક કામગીરી કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના દક્ષિણ ઝોનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી પામેલા શ્રી મુકેશભાઈ ટેલર.
