August 27, 2026
11 11 11 AM
ભાયલી ગેંગરેપ કેસમાં મોટો અપડેટ: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ
પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન
અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યા, ગન કલ્ચર વચ્ચે ભારતીય પરિવારોની સુરક્ષા ચિંતાજનક
બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન વેચાણનો આરોપ, સમા પોલીસ મથકે ફરિયાદ
તાંત્રિકના ત્રાસથી યુવતીએ જીવ ગુમાવ્યો! ‘યુવકને છોડી દે નહીં તો તારા પર સવાર થઈ જઈશ’ કહી એક લાખ રૂપિયા પડાવનાર ભુવાજીની ધરપકડ
મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી ખળભળાટ: 4ના મોત, 20થી વધુ લોકો બીમાર; નકલી દારૂના નેટવર્ક સામે તંત્રનો કડક ઘેરાવો
અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો
રૂ.97 લાખનું રોકાણ કે પછી મોટો ખેલ? વડોદરામાં ઊંચા વળતરની લાલચ બાદ કંપની સામે ફરિયાદ
હનીટ્રેપ કેસમાં આરોપી આશિખુસેનના મકાન પર કાયદાનો સકંજો,
Latest Post
ભાયલી ગેંગરેપ કેસમાં મોટો અપડેટ: 31 ઓગસ્ટે પાંચેય દોષિતોને સજા સંભળાવશે કોર્ટ પ્રેમસંબંધથી ભાંગી પડેલા પરિવારને181ની ટીમે સંભાળ્યો, પતિ-પત્ની વચ્ચે ફરી સમાધાન અમેરિકામાં વધુ એક ગુજરાતી વેપારીની હત્યા, ગન કલ્ચર વચ્ચે ભારતીય પરિવારોની સુરક્ષા ચિંતાજનક બોગસ દસ્તાવેજોના આધારે કરોડોની જમીન વેચાણનો આરોપ, સમા પોલીસ મથકે ફરિયાદ તાંત્રિકના ત્રાસથી યુવતીએ જીવ ગુમાવ્યો! ‘યુવકને છોડી દે નહીં તો તારા પર સવાર થઈ જઈશ’ કહી એક લાખ રૂપિયા પડાવનાર ભુવાજીની ધરપકડ મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી ખળભળાટ: 4ના મોત, 20થી વધુ લોકો બીમાર; નકલી દારૂના નેટવર્ક સામે તંત્રનો કડક ઘેરાવો અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો રૂ.97 લાખનું રોકાણ કે પછી મોટો ખેલ? વડોદરામાં ઊંચા વળતરની લાલચ બાદ કંપની સામે ફરિયાદ હનીટ્રેપ કેસમાં આરોપી આશિખુસેનના મકાન પર કાયદાનો સકંજો,
મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત

મકરપુરામાં બાંધકામ સાઇટ પર કરૂણ અકસ્માત: બીજો માળેથી પટકાયેલા 30 વર્ષીય શ્રમિકનું સારવાર દરમિયાન મોત

Views: 33
0 0

Read Time:5 Minute, 39 Second

વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક શ્રમિક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાઇડ પર કામ દરમિયાન અચાનક બીજો માળેથી નીચે પટકાયેલા 30 વર્ષીય શ્રમિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર મામલે મૃતકના પરિવાર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

વડોદરા:

શહેરના મકરપુરા વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા એક શ્રમિક સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાઇડ પર કામ દરમિયાન અચાનક બીજો માળેથી નીચે પટકાયેલા 30 વર્ષીય શ્રમિકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર મામલે મૃતકના પરિવાર દ્વારા કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.સાઇટ પર કામ દરમિયાન અચાનક બન્યો અકસ્માતમળતી માહિતી મુજબ, મકરપુરાની સાઇડ અનંત સોસાયટીના બી-41 નંબરના મકાનમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન કડિયાકામની છૂટક મજૂરી કરતા કિરણભાઈ રમણભાઈ માળી (ઉંમર 30 વર્ષ) કામ કરી રહ્યા હતા.કામ દરમિયાન અચાનક તેઓ બાંધકામના બીજા માળેથી નીચે પટકાયા હતા. ઊંચાઈ પરથી પટકાતા તેમના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ સાઇટ પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત શ્રમિકને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ (SSG) ખસેડવામાં આવ્યો હતો.સારવાર દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બનીહોસ્પિટલમાં તબીબો દ્વારા ઈજાગ્રસ્ત શ્રમિકની સારવાર શરૂ કરવામાં આવી હતી. માથામાં ગંભીર ઈજા હોવાથી તેમની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું હતું. સારવાર દરમિયાન કિરણભાઈએ દમ તોડી દીધો હતો.

પરિવારને આ ઘટનાની જાણ થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. યુવાન શ્રમિકના અચાનક મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.પરિવારનો કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપઅકસ્મિક મોત બાદ મૃતકના પરિવાર દ્વારા બાંધકામ સાઇટના કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૃતકના નાના ભાઈ પ્રકાશભાઈ રમણભાઈ માળી દ્વારા કોન્ટ્રાક્ટર હિતેશ માછી સામે ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.પરિવારનો આક્ષેપ છે કે બાંધકામ સાઇટ પર શ્રમિકોની સલામતી માટે જરૂરી વ્યવસ્થાઓ અને તકેદારી રાખવામાં આવી હતી કે નહીં, તેની તપાસ થવી જોઈએ.

બાંધકામ સાઇટ પર સલામતી વ્યવસ્થાને લઈને સવાલઆ બનાવ બાદ બાંધકામ સ્થળે કામ કરતા શ્રમિકોની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઊંચાઈ પર કામ કરતા શ્રમિકો માટે સેફ્ટી બેલ્ટ, સેફ્ટી નેટ, હેલ્મેટ તથા અન્ય સુરક્ષા સાધનો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી કોની છે અને અકસ્માત સમયે જરૂરી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, તે તપાસનો મહત્વનો મુદ્દો બની શકે છે.ખાસ કરીને શહેરમાં સતત વધી રહેલા બાંધકામના કામ વચ્ચે શ્રમિકોની સલામતીને પ્રાથમિકતા આપવી અત્યંત જરૂરી છે. એક નાની બેદરકારી પણ શ્રમિકના જીવન માટે ઘાતક સાબિત થઈ શકે છે.પોલીસ તપાસમાં અકસ્માતની હકીકત બહાર આવશેઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહનું જરૂરી પંચનામું અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો, બાંધકામ સાઇટ પર તે સમયે કઈ સુરક્ષા વ્યવસ્થા હતી, શ્રમિકને જરૂરી સેફ્ટી સાધનો આપવામાં આવ્યા હતા કે નહીં તેમજ કોન્ટ્રાક્ટરની કોઈ બેદરકારી હતી કે નહીં સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.મકરપુરાની બાંધકામ સાઇટ પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર શ્રમિકોની સુરક્ષાને લઈને ચિંતા ઊભી કરી છે. પરિવાર હવે કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *