October 20, 2026
11 11 11 AM
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો
રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો!
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો
કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન
રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી
વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો
એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ
ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ
બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
Latest Post
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો! વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો

અમેરિકાની વર્ક પરમિટના નામે વડોદરાની મહિલાને ₹4.77 લાખનો ચુનો

Views: 74
0 0

Read Time:4 Minute, 54 Second

બ્લોસમ ગ્રુપના સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ, ₹3.77 લાખ લીધા છતાં નોકરી-વિઝાનું વચન અધૂરું; ગોરવા પોલીસે તપાસ શરૂ કરી

ભારત વોચ વડોદરા:

વિદેશમાં નોકરી અપાવવાની લાલચ આપી યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાના આક્ષેપ સાથે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, અમેરિકાની વર્ક પરમિટ અપાવવાના બહાને નડિયાદની એક મહિલાને વિશ્વાસમાં લઈ કુલ ₹4.77 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, નડિયાદમાં રહેતી 30 વર્ષીય પૂજા દેસાઈને વિદેશમાં નોકરી મેળવવાની ઈચ્છા હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા/જાહેરાતના માધ્યમથી તેને વિદેશમાં નોકરી અને અમેરિકાની વર્ક પરમિટ અપાવવાની માહિતી મળી હતી. ત્યારબાદ પૂજાએ બ્લોસમ ગ્રુપનો સંપર્ક કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.અમેરિકાની વર્ક પરમિટ અપાવવાનું વચનફરિયાદ મુજબ, બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ ઉર્ફે રુદ્ર ઉર્ફે ભયલુ નરેન્દ્ર પટેલે પૂજાને આગામી ત્રણ મહિનામાં અમેરિકાની વર્ક પરમિટ મળી જશે તેવી ખાતરી આપી હતી. આ માટે અલગ-અલગ તબક્કે રકમ ચૂકવવાની વાત કરવામાં આવી હતી.પૂજાના જણાવ્યા મુજબ, આરોપી તરફથી શરૂઆતમાં અમેરિકાની વર્ક પરમિટ માટે આશરે ₹8 લાખનો ખર્ચ થશે અને શરૂઆતમાં ₹3.6 લાખ ચૂકવવાના રહેશે તેવી વાત કરવામાં આવી હતી. વિશ્વાસમાં આવી ફરિયાદીએ આરોપીને રકમ ચૂકવવાનું શરૂ કર્યું હતું.₹3.77 લાખ લીધા બાદ વાયદો અધૂરો રહ્યો હોવાનો આક્ષેપફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ડિસેમ્બર 2025થી જાન્યુઆરી 2026 દરમિયાન પૂજાએ બ્લોસમ ગ્રુપના બેંક ખાતામાં કુલ ₹5.77 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આરોપી તરફથી ત્રણ મહિનામાં કામ પૂર્ણ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવી હતી.પરંતુ સમય પસાર થયા બાદ પણ અમેરિકાની વર્ક પરમિટ કે નોકરી અંગે કોઈ નક્કર પરિણામ મળ્યું નહીં. પૂજાએ વારંવાર સંપર્ક કરતાં આરોપી તરફથી કામ ચાલી રહ્યું હોવાનું કહી સમય પસાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.ઓફિસ પહોંચતા મળ્યો ચોંકાવનારો ખુલાસોફરિયાદી પૂજા દેસાઈ આખરે બ્લોસમ ગ્રુપની ઓફિસે પહોંચી હતી. જોકે ત્યાં પહોંચ્યા બાદ ઓફિસ બંધ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વધુ તપાસ કરતાં અન્ય લોકોને પણ વિદેશ મોકલવાના બહાને નાણાં પડાવી ઓફિસ બંધ કરી દેવામાં આવી હોવાની માહિતી મળી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.આ ઘટનાથી શંકા વધુ ઘેરી બનતાં ફરિયાદીએ સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો.₹1 લાખ પરત કર્યા, પરંતુ બાકીની રકમ નહીંફરિયાદ મુજબ, પૂજાએ પોતાની રકમ પરત મેળવવા માટે આરોપીનો વારંવાર સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપીએ ₹1 લાખ પરત કર્યા, પરંતુ બાકીની ₹4.77 લાખની રકમ પરત કરવામાં આવી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે ગોરવા પોલીસે બ્લોસમ ગ્રુપના સંચાલક હેમલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અન્ય લોકો સાથે પણ છેતરપિંડી થઈ છે કે કેમ?પોલીસ હવે આ મામલાની તપાસમાં એ દિશામાં પણ આગળ વધી રહી છે કે આરોપીએ માત્ર ફરિયાદી સાથે જ નહીં પરંતુ અન્ય કેટલા લોકો પાસેથી વિદેશમાં નોકરી અથવા વર્ક પરમિટ અપાવવાના બહાને નાણાં લીધા હતા.સાથે જ બ્લોસમ ગ્રુપની ઓફિસ, બેંક ખાતાઓમાં થયેલા વ્યવહારો, જાહેરાતો તથા વિદેશમાં નોકરી અપાવવાના વાયદા અંગેના દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી શકે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *