October 19, 2026
11 11 11 AM
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો
રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો!
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો
કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન
રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી
વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો
એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ
ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ
બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
Latest Post
સુપ્રીમ કોર્ટની બહાર પ્રદર્શન મામલે CJI સૂર્યકાંતે આપી કડક ચેતવણી, રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો સામે ઉઠ્યા સવાલો રાજકોટમાં માતા દ્વારા જ બે વર્ષની માસૂમ બાળકીની હત્યા કર્યાનો ચોંકાવનારો ખુલાસો! વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર થતાં પોલીસ જાપ્તા પર સવાલો, 11 કલાકની શોધખોળ બાદ ગોધરાથી ઝડપાયો કરજણ નજીક CNG ભરાવતી કારમાં અચાનક ધડાકો, સિલિન્ડર ફાટતાં અફરાતફરી; બે વાહનોને પણ નુકસાન રાજપારડી ગામનું ગૌરવ : શ્રી મુકેશભાઈ ટેલરની બિનહરીફ વરણી વડોદરામાં ધોરણ-10ની વિદ્યાર્થિનીનું રહસ્યમય મોત: સ્કૂલથી ઘરે પરત ફર્યા બાદ પાંચમા માળેથી કૂદકો એક્સપ્રેસવે પર SMCનો સફળ ઓપરેશન: નંદેસરી નજીક ₹12.85 લાખનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો સુરતના DCP નકુમ ને ફાંકા ફોજદારી મોંઘી પડી આરોપીઓને જાહેરમાં મારવાના મામલે રાજદીપ સિંહ નકુમને ગૃહ વિભાગની શો-કોઝ નોટિસ ગંભીરા બ્રિજનું નિર્માણ પૂર્ણ, 20 સપ્ટેમ્બરે લોકાર્પણ સાથે વડોદરા-આણંદ માર્ગ બનશે સુગમ બનાવટી દસ્તાવેજોના આધારે ₹5.29 લાખની ઠગાઈ
ડિજિટલ કરન્સીમાં 10 ગણું વળતર આપવાની લાલચ, વડોદરામાં ₹61.73 લાખની છેતરપિંડીની ફરિયાદ

ડિજિટલ કરન્સીમાં 10 ગણું વળતર આપવાની લાલચ, વડોદરામાં ₹61.73 લાખની છેતરપિંડીની ફરિયાદ

Views: 116
0 0

Read Time:3 Minute, 6 Second

રોકાણ કરો અને બે વર્ષ બાદ કરોડો મેળવો’ની સ્કીમ બતાવી બે શખ્સો સામે ફરિયાદ

વડોદરા: ડિજિટલ કરન્સીમાં રોકાણ કરાવી થોડા સમયમાં જ મોટું વળતર આપવાની લાલચ આપી રૂ.61.73 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી છે. સમગ્ર મામલે દિલીપ ચૌધરી અને લલીત પ્રજાપતિ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ભોગ બનનાર પાસેથી તબક્કાવાર રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં વિશ્વાસ સંપાદન કરવા માટે વળતર આપવાની વાતો કરવામાં આવી હતી. ત્યારબાદ ડિજિટલ કરન્સીમાં રોકાણ કરવાથી મોટી રકમ પરત મળશે તેવી લાલચ આપવામાં આવી હતી.
‘₹65 લાખનું ટાર્ગેટ પૂર્ણ કરો, બે વર્ષ બાદ ₹2 કરોડ મળશે’

આરોપીઓએ કથિત રીતે ભોગ બનનારને પોતાની આકર્ષક સ્કીમની જાળમાં ફસાવતા જણાવ્યું હતું કે ડિસેમ્બર સુધીમાં રૂ.65 લાખનું રોકાણ પૂર્ણ કરવામાં આવે તો બે વર્ષના અંતે રૂ.2 કરોડ મળશે. આ લાલચમાં આવી ભોગ બનનાર દ્વારા આરોપીઓના અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.65.43 લાખ જમા કરાવવામાં આવ્યા હતા.

સમય જતાં ભોગ બનનાર દ્વારા મૂળ રકમ અને વળતરની માંગ કરવામાં આવી હતી. જોકે આરોપીઓએ ગોળગોળ વાતો કરી વધુ રકમની માંગ શરૂ કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે.
₹65.43 લાખમાંથી માત્ર ₹3.70 લાખ પરત
ફરિયાદ અનુસાર, આરોપીઓ દ્વારા કુલ રૂ.65.43 લાખ લેવામાં આવ્યા બાદ માત્ર રૂ.3.70 લાખ પરત કરવામાં આવ્યા હતા. બાકીની રૂ.61.73 લાખની રકમ પરત ન આપતા આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

ભોગ બનનાર સાથે આરોપીઓએ ટેલિફોનિક સંપર્ક ઉપરાંત કપૂરાઈ ચોકડી ખાતે રૂબરૂ મુલાકાત પણ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ દરમિયાન રોકાણ અને વળતર અંગેની વાતચીત કરવામાં આવી હતી.

સોના-ચાંદીથી કાગળની કરન્સી અને હવે ડિજિટલ કરન્સી

ફરિયાદમાં જણાવ્યા મુજબ, સમય સાથે નાણાંના વ્યવહારોનું સ્વરૂપ બદલાતું ગયું છે. અગાઉ સોના-ચાંદીના સિક્કા ચલણ તરીકે ઉપયોગમાં લેવાતા, ત્યારબાદ કાગળની કરન્સી આવી અને હવે ડિજિટલ કરન્સીનો યુગ શરૂ થયો છે. આ બદલાતા નાણાકીય માધ્યમ વચ્ચે ડિજિટલ કરન્સીમાં રોકાણના નામે લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *