18 રેસિડેન્ટ ડોક્ટરોની ફરિયાદ ગંભીરતાથી લેવાઈ, સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસરની બદલી
વડોદરા:
વડોદરાની સરકારી સયાજીરાવ જનરલ હોસ્પિટલ (SSG) અને સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ ડોક્ટરો સાથેના વર્તનને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની SSGની મુલાકાત દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છે.
રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા સાઇકિયાટ્રી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. ચિરાગ બારોટ સામે ગંભીર ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. ફરિયાદમાં રેગિંગ, અયોગ્ય અને અશ્લીલ ટિપ્પણીઓ કરવા તેમજ પરીક્ષામાં ફેલ કરવાની ધમકી આપવા જેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
18 રેસિડેન્ટ ડોક્ટરોની લેખિત ફરિયાદમળતી વિગતો મુજબ, આરોગ્ય મંત્રી સાથેની મુલાકાત દરમિયાન સાઇકિયાટ્રી વિભાગના R1, R2, R3 સહિતના રેસિડેન્ટ ડોક્ટરો અને આશરે 18 જેટલા તબીબોએ ડૉ. ચિરાગ બારોટ વિરુદ્ધ લેખિત રજૂઆત કરી હતી.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કામકાજના સમય બાદ પણ વિવિધ કામ કરાવવામાં આવતા, હોસ્ટેલના રૂમ નંબર પૂછવામાં આવતા તેમજ ચાલુ કામગીરી દરમિયાન અયોગ્ય અને અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવતી હતી.
આ ઉપરાંત, રેસિડેન્ટ ડોક્ટરોને થિસીસ અને પરીક્ષામાં ફેલ કરવાની ધમકીઓ આપવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. રેસિડેન્ટ ડોક્ટરોએ ફરિયાદ સાથે સંબંધિત પુરાવાઓ પણ આરોગ્ય મંત્રી સમક્ષ રજૂ કર્યા હોવાનું જાણવા મળે છે.ફરિયાદ બાદ તાત્કાલિક નિર્ણયરેસિડેન્ટ ડોક્ટરોની રજૂઆતને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીરતાથી લીધી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ડૉ. ચિરાગ બારોટની સરકારી મેડિકલ કોલેજ, વડોદરાથી સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે તાત્કાલિક અસરથી બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
‘વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈ સમજૂતી નહીં’
આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તબીબી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા, માન-સન્માન અને માનસિક શાંતિ સાથે કોઈપણ પ્રકારની સમજૂતી કરવામાં આવશે નહીં.મંત્રીએ રેગિંગ, શારીરિક-માનસિક શોષણ અને ગેરવર્તણૂક સામે રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હોવાની વાત પણ સ્પષ્ટ કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની કોઈપણ મેડિકલ શૈક્ષણિક સંસ્થામાં આવી અશિસ્ત કે હેરાનગતિ ચલાવી લેવામાં આવશે નહીં. ફરિયાદો અને રજૂ કરાયેલા પુરાવાઓના આધારે દોષિત સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
